રિપોર્ટર:આદીલખાન પઠાણ.બાબરા
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બાબરાના અમરાપરા રહેતા 35 વષૅય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે. ૩-૭-૨૦૨૦ ના રોજ સુરત થી બાબરાના અમરાપરા મા આવેલ જેને તાવ ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા તારીખ ૭-૭-૨૦૨૦ નારોજ અમરેલી લઇ ગયેલ ત્યા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે બાબરા શહેરમા મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર .ડો વિરાટ અગ્રાવત ,એ .ટી .ડી .ઓ કે .યુ .ભરાડ ,પી.આઈ ગોહિલ સાહેબ ,તાલુકા સુપર વાઈઝર રાજેશભાઈ સલખના ,ડો .અક્ષય ટાંક ,ડો .પરાગ બુધેલીયા ,ગોલભાઈ સહીત ના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગ ની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.