રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીરના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા તાલુકા પત્રકાર સંઘ પ્રેરિત તારીખ ૧૨-૭-૨૦૨૦ રવિવારે સવારે હિરણ નદીના કાંઠે આવેલ શ્રી જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ માં મહારક્તદાન કેમ્પ યોજાશે.રાઘવેન્દ્ર આશ્રમ સાસણગીર ના મહંત પૂજ્ય શ્રી બિમલદાસ બાપુના શુભ હસ્તે શુભારંભ થનાર આમાનવ સેવા યજ્ઞમાં ૧૨૫ રક્તદાતાઓ મહામૂલી માનવ જીંદગીને અમૂલ્ય જીવનદાન આપવા ઉમળકાભેર રક્તદાન કરશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાનાર આરોગ્ય સુખાકારી ના આ કાર્યક્રમમાં રક્તદાન કરનાર ગીરના પંથકના ખમીરવંતા દાતાઓ તથા માનવ સેવા યજ્ઞમાં પૂરક બનેલ લોકોને પ્રોત્સાહિત કરવા સંતો મહંતો ઉપરાંત ગીર ના વિવિધ ગામના સરપંચો, વિવિધ સમાજના અગ્રણીઓ, તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓ સર્વ રાજકીય પક્ષના પદાધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ગીર પંથકનો ગૌરવરૂપ આ માનવ સેવા યજ્ઞમાં વધુમાં વધુ રક્ત દાતાઓ જોડાઈ માટે પત્રકાર સંઘ દ્વારા તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે તાલાલા તાલુકા પત્રકાર સંઘ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કાર્યક્રમ ના થયેલા આયોજનને લોકોએ આવકારી સ્વયંભૂ સહયોગ આપી રહ્યા છે.