રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
વાવેરા ગ્રામ પંચાયતની અથાગ મહેનતથી આજરોજ રાજુલા તાલુકાના વાવેરા ગામે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સરપંચ બીસુ ભાઈ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી કનુભાઈ ધાખડા,જેટકો કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.આથી વાવેરા તેમજ આજુબાજુના વિસ્તારમાં વીજળીનો પ્રશ્ન હલ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.આ વિસ્તારમાં રોજગારીની તકો વધશે.. લો વોલ્ટેજ નો પ્રશ્નો હલ થશે ખેડૂતોના ઈલેક્ટ્રીક ઉપકરણોની આયુષ્ય વધશે.જ્યોતિ અવિરતપણે ચાલુ રહેશે વાવેરા તેમજ આજુબાજુના વિસ્તાર ના લોકો માં આનંદ ની લાગણી.સાથે ગ્રામ પંચાયતને ગ્રામજનો એ અભિનંદન પાઠવ્યા.