જૂનાગઢ: કેશોદ તાલુકાનાં પાડોદર ગામથી આગળ પાડોદર અખોદર સરોડના ત્રણ રસ્તા જુદા પડે તે જગ્યાએ ગત રાત્રીના બે પોલ રોડ ઉપર પડેલાં જોવા મળ્યા.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકાનાં પાડોદર ગામથી આગળ પાડોદર અખોદર સરોડના ત્રણ રસ્તા જુદા પડે તે જગ્યાએ ગત રાત્રીના બે પોલ તુટેલા રોડ ઉપર પડેલાં જોવા મળ્યા હતા જ્યારે બે વિજપોલ ધરાશયી થયેલાં જોવા મળી રહયા છે. વિજ પોલ પડવાના કારણે વિજ પુરવઠો બંધ થતાં સરોડ ગામ તરફ જતી ખેતીવાડી તિરૂપતિ ફિડર વિજ લાઈન બંધ થતાં સરોડ ગામના ખેડુતોએ પી.જી.વી.સી.એલ કચેરીએ જાણ કરતાં કેશોદ ગ્રામ્ય બે ના ડેપ્યુટી એન્જિનીયર કે. ડી. ચારેલ ચુડાસમા તથા મોરી સહીતના અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી તપાસ કરી હતી અને તાત્કાલિક નવા વિજપોલ સ્થળ પર પહોંચાડી નવા વિજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ખેડુતોને તાત્કાલિક વિજ પુરવઠો આપવામા આવે તેવું પી.જી.વી.સી.એલ એન્જીનીયર કે. ડી. ચારેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રીના વિજળી જવાના કારણે સરોડના ખેડુતો દ્વારા આ પાડોદરના પુલ પાસે આવેલ વિજ પોલ પરથી વિજ લાઈન ખેડુતોએ જાતે રીપેર કરી હતી જોકે વિજ પાવર શરૂ થયા બાદ રાત્રીના ફરીથી વિજ પ્રવાહ બંધ થતાં ખેડુતોએ ફરીથી તપાસ કરતાં બે વિજપોલ તુટેલા જોવા મળ્યા હતા જ્યારે અન્ય બે વિજપોલ ધરાશયી થયેલાં હતાં જે બાબતે ખેડુતોના પ્રાથમિક અનુમાન મુજબ બે તુટેલા વિજપોલ કોઈ વ્યક્તિ દ્વારા ઈરાદાપૂર્વક તોડી નાખવામાં આવ્યા હોવાનું પણ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ બનાવ બાબતે પી.જી.વી.સી.એલ તંત્રને જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૈકલ્પિક વિજ પ્રવાહ માટેની વ્યવસ્થા માટે તાત્કાલિક નવા વિજ પોલ પહોંચાડી નવા વિજ પોલ ઉભા કરવાની ઝડપી કામગીરીથી પી.જી.વી.સી.એલ અધિકારીઓની કામગીરી બદલ ખેડુતો બિરદાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *