ગીર સોમનાથ: ઉનાના ધોકડવા – બેડીયા જતા રોડ પર અજાણી કાર અડફેટે બાઈક ચડતા ચાલકને ઈજા.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉનાનાં ધોકડવા-બેડીયા જતા રોડ ઉપર આથમણા પડા ગામનાં શૈલેશસિંહ રામભાઈ રાજપૂત પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પુર ઝડપે બેદરકારીથી પોતાનુ ફોરવ્હીલ ચલાવી મોટર સાયકલની સાથે ભટકાવતા રોડ ઉપર પડી ગયા હતા હાથમાં તથા શરીરના ભાગે ઈજા પહોચી હતી. ચાલક અકસ્માત કરી નાસી છુટયો હતો. ધોકડવા-બેડીયા રોડ સાવ ટુંકો હોય ડબલ પટ્ટી મોટો કરવા એક વર્ષથી કામ મંજુર થઈ ગયુ છે. કામ ચાલુ કયારે કરાશે. ટુંકા બિસ્માર રોડથી વાહન અકસ્માતના બનાવો વઘ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *