રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં કોરોના સંક્રમિતને રોકવા માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી છે અને દરેક લોકો તેનુ ચુસ્તપણે પાલન કરે તેવુ કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું ખાસ કરીને દીવ ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોને જણાવ્યું કે દીવની દરેક દુકાનોમાં આવતા ગ્રાહકોને બહારથી જ માલ-સામાન આપો, સેનેટાઈઝર કરાવો, માસ્ક ન પહેરેલ હોય તો માસ્કનુ કહો, સોશ્યલ ડિસ્ટનીંગનુ પાલન કરાવો, વેપારીઓ પણ ફરજીયાત માસ્ક અને ગ્લોઝ પેહેરે અને ગ્રાહક પાસેથી લેવાતી રોકડ રકમનો બે દિવસ પછી ઉપયોગમાં લેવા ખાસ અનુરોધ કર્યો હતો.