અમદાવાદ: મચ્છરોના બ્રિડીંગ મળતા અમદાવાદ જિલ્લાના બાકરોલમાં ચાર એકમોને નોટીસ ફટકારવામાં આવી.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર દ્વારા ફિલ્ડ વિઝીટ કરવામાં આવી

 અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર આર જી પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભાના બાકરોલ સબસેન્ટરની ફિલ્ડ વિઝીટ કરવામાં આવી હતી.  જે અંતર્ગત ઔધોગિક એકમો અને બાંધકામ સાઈટની મુલાકાત લીધી હતી અને જ્યાં મચ્છરના લાર્વા જોવા મળતા ચાર ઔધોગિક એકમને નોટીશ આપી હતી. આ ઉપરાંત ફિલ્ડમાં ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી પ્રોપર રીતે થાય. જરૂરી તમામ વિસ્તારોમાં બી.ટી.આઈ  કામગીરી આવનાર થોડા દિવસમાં થઈ જાય. લિકેજીશ અને જાહેર સ્થાનોમાં નિયમિત પાણી ભરતા સ્થાનોમાં પંચાયતને નોટીશ આપવી. આવતા એક અઠવાડિયા સુધીમાં સબસેન્ટરના  કોઈ પણ પરિવારની લિસ્ટ મુજબની કોઈ મચ્છરદાની દવા યુક્ત વિનાની ન રહી જાય. આવતા અઠવાડિયા સુધી ગામમાં કુલ મચ્છરદાની અને દવાયુક્ત કરેલ મચ્છરદાનીની યાદીનું લિસ્ટ ભૂલ્યા વગર પ્રા.આ.કેન્દ્ર -કણભામાં પહોંચાડવું. MPHW/FHW બહેનોને ટાર્ગેટ પ્રમાણે B.S  લેવાયેલ હોવી આવશ્યક છે. જો કોઈ ને અગાઉનો બેક લોક બાકી હોય તે પૂર્ણ કરવો. MF1 રજીસ્ટર માં અધૂરાશ ન રહી ગઈ હોય તેની તકેદારી રાખવા જેવી આવી બાબતોનું NVBDCP કામગીરી સંદર્ભે ધ્યાન રાખવા સૂચન કર્યું હતુ તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *