રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા અનેકો માસ્ક વગરના.
અમરેલી જિલ્લાનાં લાઠીમાં મેઈનરોડ ઉપર આવેલ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં યુરીયા ખાતર આવતા રાહ જોઈ રહ્યા હતા અને ખાતરના સમાચાર મળતાં લાંબી કતાર જોવા મળી હતી.સરકારના પરિપત્રો અને ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે જોવા મળ્યા હતા તો અનેક લોકો માસ્ક વગરના પણ દેખાયા હતા.આવી ભયંકર મહામારી કોરોના વાયરસની પરીસ્થીતી માં જગ્યા બદલવાની અને સરકારી પરીપત્રોનો અમલ કરાવવો જરૂરી છે.