સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના વાઈરસની ૭૨ કલાક માં 250 બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. આજે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીએ મુલાકાત લઈ સંપૂર્ણ તાપસ કરી હતી. તે દરમિયાન આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની 500 બેડની હોસ્પિટલ તૈયાર કરવાની છે. જેમાંથી 250 બેડની તૈયાર થયેલી હોસ્પિટલને આવતીકાલે સાંજ સુધીમાં ખુલી મૂકી દેવામાં આવશે.વેન્ટિલેટર ની પણ સુવિધા કરાઈ રહી છે.
રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેમસેલ બિલ્ડીંગ માં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. સતત 72 કલાકની કામગીરી બાદ હોસ્પિટલ ઉભી કરાઈ છે. વેન્ટિલેટરની સુવિધા પણ કરાઈ રહી છે. ગાંધીનગર સુધી તમામ જરૂરી માહિતી પહોંચાડી વસ્તુઓ મંગાવવામાં આવી રહી છે. સ્ટાફની પણ સંપૂર્ણ સુવિધા કરી દેવાઈ છે. જેથી આવતી કાલે સાંજ સુધીમાં હોસ્પિટલ શરૂ કરી દેવાશે. કોરોના વાઈરસની મહામારીનો ભોગ ન બને એ માટે PM મોદી અપીલ કરી રહ્યા છે. 21 દિવસનો લોકડાઉનનો અમલ જ સાવચેતી છે. દરેક નાગરિકએ પોતાના ઘરમાં જ રેહવું અને બીજી તરફ સરકાર ઘ્વારા પણ કોરોના વાઇરસને લઇ હોસ્પિટલોનું આયોજન થઇ રહ્યું છે.
બિલ્ડિંગમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઓક્સિજન અને આઇસીયુ માટે જરૂરી પાઈપ લાઈન, હોસ્પિટલમાં દર્દીને લઈ જવા માટે રેમ્પ તેમજ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડની કામગીરી કરવામાં આવી હતી. શહેરીજનો માટે હાલના તબક્કે જ્યારે આ હોસ્પિટલ અત્યંત જરૂરી હોય ત્યારે તેના માટે ખાનગી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. અને કામગીરી માટે મદદરૂપ થઈ રહી છે.