નર્મદા: રાજપીપળા શહેર કચરા પેટી મુક્ત બન્યું : ૨૫ જેટલી કચરા પેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપલા નગર પ્રથમવાર કચરા પેટી મુક્ત બન્યું છે. કેમકે હાલમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરે નિર્ણય કર્યો કે શહેરમાં ડોર ટૂ ડોર કચરો ઉઘરાવવા મા આવે છે ત્યારે કચરા પેટી નો શુ અર્થ એટલે નગર માંથી ૨૫ જેટલી કચરાપેટી વિવિધ જગ્યાઓ પર આવેલ હતી જેને તાત્કાલિક અસર થી હટાવી લેવામાં આવી હોય હવે એક પણ કચરા પેટી રાજપીપળા શહેર માં જોવા નહીં મળે.

નગરમાં સ્થાનિક રહીશો ની કાયમ ફરિયાદો ઉઠતી હતી કે તેમના રહેણાંક પાસે થી કચરા પેટી હટાવો ત્યાં ગંદકી થતી હોય ત્યારે હવે કચરાપેટી ની આ ફરિયાદ હવે દૂર થતાં સ્થાનિકો એ રાહત અનુભવી છે.ત્યારે પ્રશ્ન એ ઉભો થયો હતો કે કચરો ક્યાં નંખાશે તેના જવાબ માં મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું કે લાંબા સમય થી આ કન્ટેનરો હટાવવા લોકોની ફરિયાદો મળતી હતી પરંતુ જ્યાર થી મુખ્ય અધિકારી જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો ત્યાબદ આ ફરિયાદ મળતા શહેરના તમામ કન્ટેનરો તત્કાલ હટાવી લેવાયા સાથે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા પાલીકા ના વાહનો ફરશે અને ગામનો કચરો આ વાહનો મારફતે લેવાશે તેમ જાણવા મળ્યું છે.

આમ વર્ષો બાદ પ્રથમ રાજપીપળા નગર પાલિકા કન્ટેનર મુક્ત બની હશે એ બાબત સ્થાનિકો એ પણ આવકારી અને પહેલા મુખ્ય અધિકારી એવા આવ્યા જેમણે વર્ષો ની આ સમસ્યા ગણતરી ના દિવસો માં દૂર કરી તેવી પણ વાત સાંભળવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *