રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલમાં ખેતીની સિઝન શરૂ થતાં નર્મદા ના ખેડૂતો ખેતીકામ માં જોતરાઈ ગયા છે પરંતુ ખાતર ની અછત ના કારણે લાંબી કતારો બાદ પણ ખેડૂતો ને જોઈએ તેટલું ખાતર ન મળતા લોકસરકાર માં રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે આવી બુમો ઉઠતા સ્થાનિક અધિકારી દ્વારા સરકાર ના નિયમ મુજબ ના પરિપત્ર મુજબ ખાતર વિક્રેતાઓ ને એવી જાણ કરવામાં આવી કે,નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકાના રાસાયણિક ખાતર વિક્રેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યવાર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર તથા માસવાર વાવેતર વિસ્તારને અનુરૂપ રાસાયણિક ખાતરનુ એલોકેશન નકકી કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ખેતી કરતા ખેડુતોને સમયસર રાસાયણિક ખાતર મળી રહે તે આશયથી આજથી જે કોઇ વ્યક્તિ ખાતર લેવા માટે આવે ત્યારે પોતે ખેડુત હોવા બાબત માટે જમીનનો ઉતારો ૮-અ ની ઝેરોક્ષ નકલ રજુ કર્યે થી ખાતર વિતરણની પ્રક્રિયા મુજબ ખાતરનું વિતરણ કરવાનું રહેશે. વધુમાં રાજય સરકાર દ્વારા જિલ્લાવાર તથા માસવાર રાસાયણિક ખાતરનું એલોકેશન કરવામાં આવતુ હોઇ છે જેથી જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતરથી વંચિત રહી ન જાય તેથી નર્મદા જિલ્લાના ખેડુતોને જ ખાતર વિતરણ કરવાનું રહેશે. તદુપરાંત આ પરીપત્રનો તાત્કાલીક અસરથી અમલ કરવા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના રાસાયણિક ખાતર વિક્રેતા ઓને લેખિત આદેશ કરાતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે.