રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમમાં મુળ હળવદ હાલ મોરબી મા રહેતા ૪૩ વર્ષે ના પ્રફુલભાઈ બળદેવભાઈ વિડજા નામનો વ્યક્તિ ડેમ ના પુલ પાસે મોટરસાઈકલ મૂકી કોઈ અગમ્ય કારણ સર ડેમમાં પડી ને આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ આજુબાજુના ખેત મજુરોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને તરવૈયા ની ટીમ દ્વારા લાશની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારબાદ હળવદ પોલીસને જાણ થતા બીટ જમાદાર અરવિંદભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા તરવૈયા ની ટીમ દ્વારા મૃતકની પાણીમાંથી બહાર કાઢયા બાદ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ પી.એમ ની તજવીજ હાથ ધરી હતી.