ભાવનગરમાં ગત ૨૪ કલાકમાં જિલ્લામા ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી થયા કોરોનામુક્ત.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લામા માં ગત ૨૪ કલાક માં ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૨૧ થવા પામી છે. ભાવનગરના શિવઓમનગર, આર.ટી.ઓ. રોડ ખાતે રહેતા ૭૯ વર્ષીય નાગજીભાઈ કેવડિયા, કાળીયાબીડ, રાધેશ્યામ સોસાયટી ખાતે રહેતા ૪૫ વર્ષીય હરેશભાઈ જેતાણી, કેસરીનંદન એપાર્ટમેન્ટ, નારી ચોકડી ખાતે રહેતા ૪૪ વર્ષીય હર્ષાબેન નિર્મલ, કાળીયાબીડ, ગુરૂકૃપા ફ્લેટ ખાતે રહેતા ૨૩ વર્ષીય નેનાબેન અંધારીયા, તિલકનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય ખોડીદાસ સુમરા, નિર્મળનગર, શેરી નં.૯ ખાતે રહેતા ૭૦ વર્ષીય રામભારતી ગૌસ્વામી, નિર્મળનગર, શેરી નં.૭ ખાતે રહેતા ૪૦ વર્ષીય મેહુલભાઈ મેધાણી, દેસાઈનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય જીવરાજભાઈ પરમાર, દેવરાજનગર ખાતે રહેતા ૫૩ વર્ષીય કમલેશભાઈ ગોહિલ, સિન્ધુનગર ખાતે રહેતા ૬૨ વર્ષીય આશાબેન સંધવાણી, સિન્ધુનગર ખાતે રહેતા ૪૦ વર્ષીય રવીભાઈ સંધવાણી, સિન્ધુનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય ગોરધનભાઈ સંધવાણી, સિહોરના ગૌતમ ટાઉનશીપ ખાતે રહેતા ૩૪ વર્ષીય સુનિલભાઈ ડાભી, ભાવનગરના રામપર ગામ ખાતે રહેતા ૪૭ વર્ષીય લાધુભાઈ બારૈયા, પાલીતાણાના જામવાળી રોડ, આંબેડકર સોસાયટી ખાતે રહેતા ૪૫ વર્ષીય જેન્તીભાઈ રાઠોડ, ભાવનગરના દડવા મેઈન બજાર ખાતે રહેતા ૭૦ વર્ષીય ઈશ્વરલાલ મહેતા, મહુવાના ગુંદરણી ગામ ખાતે રહેતા ૪૩ વર્ષીય ભુપતભાઈ ઘોઘારી અને તળાજાના પાંચપીપળા ખાતે રહેતા ૩૭ વર્ષીય જગદિશભાઈ ઈયાળીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૩ જુનના રોજ ધંધુકાના તગડી ગામ ખાતે રહેતા ૫૦ વર્ષીય પ્રહલાદભાઈ બોરડિયા અને તા.૨૫ જુનના રોજ ભાવનગરના ખેડુતવાસ, રૂવાપરી રોડ ખાતે રહેતા ૨૦ વર્ષીય શરદભાઈ સોલંકીનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪૨૧ કેસ પૈકી હાલ ૨૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૧,૫૭૪ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *