સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસની હદમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

Latest Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

હિંમતનગર ખાતે ૧૪,૪૬૯ બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું, ૨૬,૨૪,૯૬૦ નો વિદેશી દારૂને હિંમતનગર ખાતે લઈ જઇ નાશ કરાયો

૨૯ ગુનાઓનો પકડાયેલો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો .

સાબરકાંઠા જિલ્લાના પાતિજ પોલીસ સ્ટેશન ની હદ માંથી પકડાયેલ ૨૬૨૪૯૬૦ નો વિદેશી દારૂ નો નાશ હિંમતનગર ખાતે લઈ જઇ ને કરવામાં આવ્યો .
પ્રાંતિજ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ની હદમાંથી ૨૦૧૮ ,૨૦૧૯ થી ૭-૭-૨૦૨૦ સુધીમાં પ્રાંતિજ તથા તાલુકા માંથી જુદા જુદા સ્થળો એથી ૨૯ ગુનાઓ મા પકડાયેલ વિદેશી દારૂ ૨ આઈશર ૧૪,૪૬૯ બોટલ જેની કિંમત ૨૬,૨૪,૯૬૦ જે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ એસડીએમ સોનલબા પઢેરીયા ની નિગરાની હેઠળ હિંમતનગર ખાતે લઈ જઇ તેની ઉપર તંત્ર નું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તો આ પ્રાંતિજ-તલોદ એસડીએમ સોનલબા પઢેરીયા , નાયબ પોલીસ અધિક્ષક કે.એચ..સૂર્યવંશી , પ્રાંતિજ મામલતદાર સ્ટાફ , નશાબંધી અધિકારી એસ.પી.વાધેલા , પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત , પ્રાંતિજ પી.એસ.આઈ, સહિત પ્રાંતિજ પોલીસ સ્ટાફ , હિંમતનગર ગ્રામ્ય પોલીસ , પ્રાંતિજ રેવન્યુ સ્ટાફ , પ્રાંન્ત વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહીને પ્રાંતિજ થી પકડાયેલો વિદેશી દારૂ ૨ આઈશર ભરી ને હિંમતનગર ખાતે લઈ જઇ ૨૬૨૪૯૬૦ ના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બુલડોઝર ફેરવી દઇ ને સંપુર્ણ રીતે નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *