રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સોનીવાડા ખાતે નગરપાલિકાના વિજ પોલ ને અટકી જતાં વિજ કરટને લઈને ગાય માતા નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત .
પ્રાંતિજ ના સોનીવાડા વિસ્તાર માં પાલિકા ના સ્ટ્રીટ લાઇટ ના વિજપોલ ને લઈને ગઇ રાત્રીએ ગાય માતા નું વિજ કરટ લાગતા ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો નગરપાલિકાની બેદરકારી ને લઈને ગાય માતા ને જીવ ગુમાવવો પડ્યો તો શોટ લાગતાં ના સમાચાર વિજ કંપની તથા પ્રાંતિજ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ વાયરમેન ને મળતા બન્ને સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતાં અને વિજ પ્રવાહ બંધ કરાવી સ્ટ્રીટ પોલ થી પણ લાઈટો બંધ કરવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં તો વિજ કરટ ને લઈને તડપી તડપી ને ગાય માતાનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું.