રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સરપંચ કાંતાબેન ભીખનભાઇ ભેડા તેમજ સદસ્ય સોનલબેન દેવાયતભાઇ નંદાણિયા સસ્પેન્ડ
સરપંચે તેમની વિરૂધ્ધની દરખાસ્તમાં ૧૫ દિવસ બેઠક ન બાેલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બાેલાવી
ટીડીઓએ બાેલાવેલી બેઠકમાં ૧ વિરૂધ્ધ ૭ થી મતદાન થતાં સરપંચ ગેરલાયક ઠર્યા
ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજ ગ્રામ પંચાયતના સદસ્યને ૩ બાળકો હાેય તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીમાં સદસ્યને પણ ડિસક્વાેલીફાઇડ કરાયા
એક જ ગામના સરપંચ અને સદસ્યને જુદા જુદા કારણો હેઠળ સસ્પેન્ડ કરાતાં રાજકિય ઉથલ પાથલ
તા. ૧૨.૬ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ હતી
અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચ તથા સભ્યને હોદા પરથી કરાયા દુર
હાલના નિર્ણયથી ગ્રામજનો સહીત તાલુકા ભરમાં બન્યો ચર્ચાનો વિષય..