પાવાગઢ:ઇતિહાસ માં પહેલી વખત ચૈત્ર નવરાત્રી દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું

Corona Latest Madhya Gujarat

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ચૈત્રી નવરાત્રીમાં દર વર્ષે પહેલા નોરતે દોઢ લાખ ભક્તો ઉમટી પડે છે, પરંતુ કોરોના વાઈરસની મહામારી વચ્ચે સરકાર એ કરેલા લોકડાઉનને પગલે મહાકાળી માતાનું મંદિર આજે બંધ છે. જેથી પાવાગઢના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. માચી તરફ જતા રસ્તા ઉપર બેરીકેટ ગોઠવીને રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે, રોપ વે પણ બંધ છે. જોકે પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક લોકો માટે સવારે એક કલાક અને સાંજે એક કલાક રસ્તો ખોલવામાં આવે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *