રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે એસ આર પી કેમ્પ કોરોના ના સંક્રમણ માં સપડાયા બાદ રાજપીપળા માં પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લા માં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ત્રણ તિલકવાળા તાલુકામાં તેમજ એક રાજપીપળા માં સમાવિષ્ટ છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ ૫ માંથી ૪ સેમ્પલના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે જેમાં ત્રણ તિલકવાળા તાલુકામાં ના તેમજ એક દર્દી રાજપીપળાના છે તિલકવાળા ના ૨૩ વર્ષીય યુવાન ,ગોળતાલાવડી ની ૧૬ વર્ષીય મહિલા તેમજ કાકડીયા ગામની ૭ વર્ષીય બાળકી પોઝિટિવ આવ્યા છે તેમજ રાજપીપળા ના ૨૬ વર્ષીય પુરુષ પોઝિટિવ નોંધાયા છે હાલ કુલ ૧૪ દર્દી રાજપીપળા કોવિલ હોસ્પિટલમાં દાખલ છેઅને આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૨ કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે આવે વધુ પર સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે સાથે જિલ્લામાં આજદિન સુધી કુલ ૮૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે નર્મદા જિલ્લામાં કોરોના ના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી.