નર્મદા: રાજપીપળા શહેર ના સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યા થી વેપારીઓ નાસીપાસ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ઘણા વર્ષો થી આ સમસ્યા બાદ પણ પાલીકા દ્વારા તેનો કોઈજ કાયમી ઉકેલ ન લવાતા માર્ગ પર ફરતા ગંદા પાણી થી રોગચાળા ની દહેશત

રાજપીપળા શહેર માં કોરોના મહામારી વચ્ચે પણ તંત્ર ની મહેરબાની થી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકો ને સતાવી રહ્યો છે જેમાં શહેર ના મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ ઉભરાતી ગટરો થી વેપારીઓ કંટાળી ચુક્યા છે.રોજ સવારે દુકાનો ખોલતા ની સાથેજ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનોમાં ખરીદી કરવા જતાં અટકે છે.

રાજપીપળા શહેર માં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમય ની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની રામાયણ જોવા મળતી હોય પાલીકા માં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે. જોકે આમાં કેટલાક વિસ્તારો માં લોકો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણા નો કચરો ગટરો માં ઠાલવતા હોવાથી ગટર ચોકપ થતી જોવા મળે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકાના સફાઈ કામદારો પણ કચરો વાળી લારી માં ભરવાના બદલે ગટરો માં ધકેલી દેતા આવી નોબત આવે છે.ત્યારે પાલીકા તંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *