કમોસમી વરસાદનું જોખમ: કોરોના ના કહેર વચ્ચે કંડલા, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ઝાપટાં તો સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ

Corona Latest

એક તરફ કોરોના વાઇરસએ દેશ વિદેશમાં મહામારી ઉભી કરી છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગઇ કાલથી જ કમોસમી વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છ ઉપરાંત તે જિલ્લા ના નજીક ના ગામોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોરે કમોસમી વરસાદ પડ્યા હતો. ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના વાતાવરણમાં પલટો આવતા આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કંડલામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30થી 409 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ૩ દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા એક તરફ કોરોના વાઇરસ નો કહેર અને બીજી તરફ કમોસમી વરસાદ, જાણે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક આપત્તિઓ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *