રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામના વેપારીઓએ તિલકવાડા મામલતદાર દ્વારા સ્થાનિકોની હેરાનગતી થતી હોવાના મામલે દુકાનો બંધ રાખી હતી નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં નાનકડું દેવલીયા ગામ આવેલું છે જ્યાં ગામની ચોકડી ઉપર હાલમાં અનેક લોકો ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે દેવલીયા ચોકડી પર આવેલી દુકાનો ખાતે પોતાના વાહનો લઈને આવતા હોય છે જેને લઇને તિલકવાડા તાલુકાના મામલતદાર દ્વારા આવા વાહન ચાલકોને મેમા અ પાવામાં આવે છે તેમજ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને હિટલરશાહી શાસન અપનાવવામાં આવે છે તેવી લોકચર્ચા થઈ રહી છે ત્યારે આજરોજ દેવલીયા ચોકડી પર આવેલી દુકાનોના તમામ માલિકોએ દુકાનો બંધ રાખી મામલતદાર સામે રોષ પ્રગટ કર્યો હતો અને આ બાબતની રજૂઆત તમામ વેપારીઓ નર્મદા જિલ્લા કલેકટરને પણ કરશે તેમ જાણવા મળેલ છે આ બાબતે તિલકવાડા મામલતદાર નું કહેવું છે કે મેમો આપવાનું કામ મારું નથી અને સ્થાનિકો દ્વારા મારા પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.