રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી, નાના-સિમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતોને ન્યુનત્તમ ભાડા દરથી જુદા-જુદા ખેતીકાર્યો કરવા માટે સ્થાનિક ખેત ઓજાર/ સાધનો એગ્રો સર્વિસ પ્રોવાઈડર દ્રારા ઉપલબ્ધ થાય તદઉપરાંત મોટા અને મોંધા આધુનિક ખેતો ઉપયોગી ઓજારો/ સાધનો દ્રારા રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને આધુનિક ખેતી કરવાનો લાભ મળે તે હેતુથી સરકાર દ્રારા એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અમલમાં છે.
જે માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવા માંગતી પ્રાઈમરી એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ સોસાયટી ફાર્મર ગ્રૃપ/ સહકારી સંસ્થા/ સખી મંડળો/ સેલ્ફ હેલ્પ ગ્રૃપ સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડીપ્લોમાં/ કૃષિ સ્નાતક/ અનુ સ્નાતક/ બી.આર.એસ.વગેરે પાસેથી ખેતી કાર્ય કરવાના ભાગ મંગાવવામાં આવે છે. આ ભાવ ભરવાના નિયમ ફોર્મ જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથની કચેરી, જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કચેરી કામ-કાજ સમયમાં તા.૨૨-૦૭-૨૦૨૦ સુધીમાં મેળવી જમા કરાવવાના રહેશે. તેમ ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.