રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના કડક વલણને પગલે તથા ના.પો.અધિ. રાજપીપળા ની સુચનાના આધારે પો.સ.ઇ. એ.આર. ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પી.એસ.આઈ એ.આર. ડામોર ને બાતમી મળેલ કે, દેડીયાપાડા થાણા ફળીયામાં રહેતો સુરેશ વિનોદ વસાવા તેના ઘરે ઈગ્લીશ દારૂ રાખી ગે.કા.વેચાણ કરે છે.જે માહિતી ના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાં વાડામાં ખાડા ખોદી જમીનમાં દાટેલ કવાટરીયા નંગ-૩૮ ક્રિ.૩૨૩૦/- સાથે સુરેશ વિનોદ વસાવા ને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.