સાબરકાંઠા: પ્રાંતિજ નગરપાલિકાની શબવાહિની છેલ્લા કેટલાક મહીના થી બંધ: નગરજનોની માંગ છતાં જવાબદાર તંત્ર ગૌર નિદ્રામાં.

Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય મહિના ઓથી શબવાહિની બંધ હોવાછતાં પાલિકા માં રજુઆતો બાદ પણ કોઇ જ કાર્યવાહી ના કરવામાં આવતા નગરજનો માં રોષ જોવા મલ્યો છે .

પ્રાંતિજ નગરપાલિકાની અંદાજે ૨૫૦૦૦ થી પણ વધારે વસ્તી ધરાવતી પાલિકા મા છેલ્લા કેટલાય મહિનાઓથી પાલિકા ની એબ્યુલશ શબવાહિની બંધ હાલતમાં ધુળ ખાતી પડી છે અને શબવાહિની ને લઈને અનેકવાર વિવિધ મુતક ના પરિવારો તથા નગરજનો તથા નગરના પ્રતિષ્ઠીક નગરજનો દ્વારા રજુઆતો કરવામાં આવેલ છે પણ પ્રાંતિજ પાલિકા જાણે હાલતો રજુઆતો છતાં પણ ગૌર નિદ્રામાં હોય તેવું જણાઈ આવે છે ત્યારે હાલતો કોરોના જેવી મહામારી બીજીબાજુ બિમારી ને લઈને પ્રાંતિજ માં મોત નો આંકડો પણ વધ્યો છે તો બીજીબાજુ ચોમાસા ની ઋતુ હોવાથી સ્મશાન સુધી મુતક ને લઈને જવુ પણ મુશ્કેલ બન્યું છે અને ટપ ટપ વરસાદ માં મૃતક ને લઈને જવામાં હાલાકીઓ પડે છે ત્યારે કોઈ નું ટ્રેક્ટર કે ચાલતા નિકળવું પડે છે ત્યારે જો પ્રાંતિજ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જુની બંધ પડેલ શબવાહિની ચાલુ કરાવે કે નવી આધુનિક ટેકનોલોજી વાળી શબવાહિની ની ખરીદી કરે તેવી માંગ પણ નગરના રહીશો દ્વારા ઉઠવા પામી છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્વારા ના જોઈતી ગટર લાઈન તથા રોડ રસ્તા બબ્બે વખત ફરી તોડી ને બનાવવામાં આવે છે પણ હાલ આ પ્રાથમિક જરૂરિયાત એક ભાગરૂપે શબવાહિની રીપેરીંગ કરવામાં કે નવી ખરીદી કરવામાં કોઈ રસ નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે હાલતો નગરજનો ની રજુઆતો કરવામાં છતાં પણ પ્રાંતિજ પાલિકા ગૌર નિદ્વામા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ અંગે નગર પાલિકા ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ ને પુછતાં તેવોએ જણાવ્યુ કે અમે હાલની શબવાહિની ની રીપેરીંગ માટે એસ્ટીમેટ પણ કઢાવીશું અને જરૂર પડે તો નવી અદ્યતન સુવિધા યુક્ત નવી શબવાહિની માટે આગળ દરખાસ્ત પણ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું ત્યારે હવે જોવું એ રહ્યું કે શબવાહિની ને લઈને નગરજનો ની માંગ કયારે પુર્ણ થશે એ તો હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *