રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આજે સવારે રોડ ની સાઇડ માં આવેલ પાણીના નાળામાં ઇકો કાર ખાબકી હતો જોકે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો .
પ્રાંતિજના એપ્રોચરોડ માતૃછાયા સોસાયટી સામે આવેલ પાણીના નાળામાં એપ્રોચરોડ રોડ ઉપરથી પ્રસાર થતી ઇકોકાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર અચાનક રોડ ની પાસે આવેલ પાણીના નાળામાં ખાબકી હતી તો કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો જોકે કારમાં કાર ચાલક એકલો જ હતો લોકો ને ધટના અગેની જાણ થતાં આજુબાજુમાથી લોકો દોડી આવ્યા હતાં અને જેસીબી ની મદદથી નાળા માં ખાબકેલી ઇકો કારને બહાર કાઢવામાં આવી હતી.