ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રજાજોગ અપીલ કરાઈ.

Bhavnagar Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રજાજોગ અપીલ કરી જણાવ્યું હતું કે જાહેર જગ્યા, કામકાજના સ્થળોએ અને ઘરની બહાર નીકળનાર તથા પરીવહન દરમ્યાન તમામ વ્યક્તિઓએ તેમનો ચહેરો ફરજીયાતપણે માસ્ક/ ફેસકવરથી ઢાંકવાનો રહેશે.તમામ વ્યક્તિઓએ બહાર નિકળતી વખતે ભીડ વાળી જગ્યાઓ અથવા જ્યાં લોકોની વધારે અવર-જવર રહેતી હોઇ તેવા તમામ સ્થળોએ સોશ્યિલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. દરેક વ્યક્તિ પોતાના હાથ વારંવાર ગુણવત્તા યુક્ત સેનીટાઇઝરથી સેનીટાઇઝ કરવા જોઇએ અથવા શક્ય હોય ત્યાં સુધી સમયાંતરે સાબુથી હાથ ધોવા જોઇએ. લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

લોકોને નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આર્સેનીક આલ્બમ, વિટામીન સી તથા આયુર્વેદીક ઉકાળા મેળવી અને તેનો નિયમીત ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે. ખાસ કરીને અન્ય જિલ્લા કે બહારથી મહેમાન કે સગા સંબંધી તરીકે વ્યક્તિઓએ જિલ્લામાં આવવાનું/લાવવાનું ટાળવું જોઇએ તેમ છતાં, જો અનિવાર્ય કારણસર તેમ કરવું પડે તો તેમણે વહીવટી તંત્રની સુચના અનુસાર ફરજીયાત પણે હોમ કોરન્ટાઇન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય જિલ્લામાંથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર લોકો ગામના ખેતર અને વાડી વિસ્તારમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી ફરજીયાત રીતે કોરન્ટાઇન રહે તે ઇચ્છનીય છે. આ લોકો ગામ વિસ્તારમાં આવનજાવન ના કરે તે જરૂરી છે જેથી કોરોના વાઇરસનું લોકલ સંક્રમણ અટકાવી શકાય. જિલ્લાના નાગરીકોને અન્ય જિલ્લામાં આવશ્યક અને જરૂરી ન હોઇ ત્યાં સુધી કામગીરી કે અન્ય કારણોસર મુસાફરી ન કરવા માટે સલાહ આપવામાં આવે છે તેમજ કામગીરી અર્થે આવનજાવન કરવાનું થાય તો લોકો સેલ્ફ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. કામગીરી કે ફરજના ભાગ રૂપે બહારગામ/અન્ય જિલ્લામાં દૈનિક આવનજાવન કરતા લોકો પણ પોતાની રીતે સેલ્ફ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. ઘણા કિસ્સાઓમાં કોવીડ-૧૯ આવેલા કેસોમાં લોકો દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવામાં આવે છે. જેથી, સંક્રમણને વધતું અટકાવવા માટે પોઝીટીવ આવેલા કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી સર્વેલન્સ ટીમ પાસે આસપાસ રહેતા લોકો પણ નોંધાવે તે ઇચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *