રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ શહેરનો મુખ્યમાર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને મસ મોટા ખાડા થી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અવરોધિત કરતા લોકો ને પડતી હાલાકી અંગે તાત્કાલિક ધોરણે ખાડા પુરાણ કરવા રજુઆત કરવામાં આવી હતી અને વિરમગામ ના સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ, બળવંત ઠાકોર, આશિષ ગુપ્તા, રાકેશ સોલંકીએ આ બાબતે પ્રાંત સાહેબ, નાયબ કાર્યપાલક ઈજનેર અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી અને આ અંગે તાત્કાલિક ધોરણે ૪૮ કલાકમાં કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં ભરવા મા આવશે કે આંખ આડા કાન કરશે ? એ તો હવે આવનારો સમય જ બતાવશે.