રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ગુજરાતના માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦” નું પ્રકાશન કર્યું છે. આ વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દસમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂા. ૨૦/-ની કિંમતે આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપળા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન વેચાણથી મળી રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.