અમદાવાદની જનતા ફરીથી માણસે અમદાવાદ જેલના ભજીયાનો પરંપરાગત સ્વાદ.

Ahmedabad
રિપોર્ટર: દિપક જોષી

સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસના કારણોસર કેન્દ્ર સરકાર શ્રી તેમજ રાજ્ય સરકાર ની માર્ગદર્શન આ સૂચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ હસ્તકના આર.ટી.ઓ ઓફિસ પાસે કાર્યરત ભજીયા હાઉસ હંગામી ધોરણે લોકડાઉંન દરમિયાન બંધ કરવામાં આવેલ હાલમાં અનલોક-૨ માં સરકાર તરફથી અપાયેલ છૂટછાટ તેમજ માર્ગદર્શિકા મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ના પાલન તેમજ સરકાર અપાયેલ ગાઇડ લાઇનનો સંપૂર્ણ પાલન કરવા સાથે તારીખ ૭-૭-૨૦૨૦ થી જાહેર જનતાની લાગણી અને માગણીને માન આપી પુનઃશરૂ કરી આપવામાં આવેલ હવે ફરીથી અમદાવાદની પ્રજાજનો તેમજ બહારથી આવતા મુસાફર જનતાને અમદાવાદ જેલમાં વર્ષોથી સતત જળવાઇ રહેલ એ જ સ્વાદ પૂન: માણવા મળશે સાથોસાથ કોટન માસ્ક તેમજ અન્ય જેલ ઉત્પાદિત વસ્તુઓ લીમડા સાબુ શિકાકાય સાબુ લીકવીડ શોપ ફિનાઈલ લાકડાના બાજોઠ ટીપોય તેમજ બેકરીની આઈટમો સેલ રૂમ ખાતે વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ જેનો જાહેર જનતાએ લાભ લેવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *