રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે સિંધીવાડ કબ્રસ્તાન પાસે કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહેલ છે જે બાતમી ના આધારે પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક વ્યક્તિઓ ટોળુ વળીને હારજીત નો જુગાર રમી રહેલ હોય તેમને ઝડપી પાડ્યા હતા જેમાં(૧)નિઝામ ફકરૂદ્દીન શેખ(૨) ઇમરાન સીકંદર મલેક(3)અબ્દુલ કાદીર ગુલામ અબ્દુલ (૪) મહંમદ જહાંગીર ફરીદભાઇ બલુચી ચારેવ રહે. બાવાગોર ટેકરી રાજપીપળા,(૫) મોઇન ઇમામ ભાઇ ગરાસીયા રહે.આરબ ટેકરા, રાજપીપળા ને ગેર કાયદેસર જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ.૧૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ.૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૯,૦૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમની વિરૂધ્ધમાં જુગારધારા નો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.