રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પ્રાપ્ત માહિતી મુજબ આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવા ની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આમ સંગઠન દ્વારા ઘણા સમયથી ગામોને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા માટે લડત ચલાવવામાં આવી છે જે સંદર્ભે નર્મદા જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આવનાર 2011માં વસ્તીગણતરીનું બહાના હેઠળ રાજ્યસરકારે કોઈ પણ ક્ષેત્ર માં ફેરફાર ન કરવાનું બહાનું ધરી આ કાર્યવાહી મોકૂફ કરતો હુકમ આપતા આદિવાસીઓ માં રોષ જોવા મળ્યો હતો આ બાબતે સરકાર ફેર વિચાર કરે તેવી માંગ સાથે આજે નર્મદા જિલ્લા કલેકટર ને આમુ સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
આ બાબતે આમુ સંગઠન નર્મદા ના પ્રમુખ મહેશ ભાઈ વસાવા એ આ બાબતે પોતાનો વિરોધ દરસાવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા મહાનગરપાલિકા ની પાસે આવેલ ગામો ને પાલિકામાં સમાવવા પ્રસ્તાવ કરાયો છે ત્યારે વસ્તી ગણતરી કેમ નડતી નથી અને ગ્રામપંચાયત મુદ્દે કેમ આ મુદ્દો નડે છે ઉપરાંત જણાવ્યું હતું કે અમે દરેક ગામ ને અલગ ગ્રામપંચાયત મુદ્દે લડત ચાલુ રાખીશું એ સવિધાનીક હક છે જે લાઈનેજ રહીશું.