રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
૧૩ વર્ષ ની દીકરી અને ૧૦ વર્ષ નો દીકરો મૂકી પરપુરુષ સાથે રહેવું તે સામાજિક વ્યવહાર વિરુદ્ધ હોવાનું અભ્યામ ટીમે જણાવતા મામલો થાળે પડ્યો
ભાવનગર પાસે ની એક પરણિતા પોતાના બાળકો અને પતિ ને એકલા મૂકી પુરુષ મિત્ર સાથે અંકલેશ્વર પાસે ના ગામમાં આવી ગયેલ જેની જાણ પરણિતા ના ભાઈ બહેન ને થતાં ભરૂચ આવી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની પોતાની બહેન ને સમજાવી મેળવી આપવા મદદ માંગતા ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમ તેમને સાથે લઈ ગામ મા રહેતી પરણિતા ને શોધી, સમજાવી તેમના ભાઈ બહેન ને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર પાસે ના ગામ નો એક યુવાન મજૂરી કામ અર્થે ભાવનગર પાસે ના ગામમા રહેતો હતો જેની એક પરણિતા સાથે મિત્રતા થતા તે ભાવનગર થી અંકલેશ્વર ભાગી આવી છેલ્લા ત્રણ મહીના થી સાથે રહેતા હતા આ દરમિયાન લોક ડાઉન હોવાથી બહાર નીકળી શકાય તેમ ના હોવાથી તેમને શોધી શકાયા ન હતા પરંતુ થોડા સમય થી વાહન વ્યવહાર ચાલુ થતા પરણિતા ના સાસરી અને પિયર વાળા ઓ એ તેમની તપાસ કરતા યુવક ભરૂચ જિલ્લા નો હતો તેમ જાણકારી મળતા તેઓ ભરૂચ આવેલા અને આગળ ની મદદ મેળવવા અભયમ નો સંપર્ક કરવામાં આવતા બંને એ અંકલેશ્વર પાસે ના ગામો મા તપાસ કરતા તેમની માહિતી મળી હતી.
અભયમ ટીમે પરણિતા ને જણાવેલ કે ૧૩ વર્ષ ની દીકરી અને ૧૦ વર્ષ નો દીકરો મૂકી પર પુરુષ સાથે રહેવું તે સામાજિક વ્યવહાર વિરુદ્ધ છે, પતિ બાળકો ની ચિંતા કરવી જોઈએ અને થયેલ ભૂલ નો પણ પસ્તાવો કરી બાળકો ના હિત માટે સાસરી મા પરત જવુ જોઈએ આ ઉપરાંત પરણિતા ના સબંધીઓ એ તેની ભૂલ માફ કરવા જણાવેલ આમ યોગ્ય રીતે સમજાવતાં તેને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાના સંબંધીઓ સાથે જવા તૈયાર થઇ હતી.