રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા પોલીસે બાતમી ના આધારે હાલ છાપા મારી ઉપરછાપરી વિદેશી દારૂ ના વેપલા પર લાલ આંખ કરી લાખોનો મુદ્દામાલ ઝડપી સફળ કામગીરી પાર પાડતા બુટલેગરો માં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ત્યારે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગતરોજ ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા ખાતેથી વિદેશી દારૂ નો મોટો જથ્થો પેરોલ ફર્લો નર્મદા ની ટીમે ઝડપી પાડ્યો હતો.જેમાં મળતી માહિતી મુજબ પેરોલ ફર્લો શાખા નર્મદા ના પીએસઆઇ ડી.એ. ક્રિશ્ચન ડેડીયાપાડા ખાતે નાસતા ફરતા આરોપીની વોચમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી ડેડીયાપાડા તરફ એક સફેદ બોલેરો પીક-અપ ગાડી નંબર એમ.એચ ૧૯ એસ ૮૬૮૬ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવનાર છે.જે બાતમી ના આધારે ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા પાસે સ્કોડના સ્ટાફ સાથે તપાસમાં ઉભા હતા દરમિયાન મહારાષ્ટ્રના વડફળી તરફથી બાતમી વાળી બોલેરો પીક-અપ ગાડી આવતા તેને રોકી ગડીના પાછળના ભાગે ચેક કરતા તેમાં ઇંગ્લીશ દારુના કવાટરીયા ની ૩૦ પેટીઓ ભરેલી હોય જેમા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ ૧૫૦૦ કિ.રૂ.૧,૨૭,૫૦૦/- તેમજ બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦ તથા મોબાઈલ ની કી.રૂ.૫૦૦ એમ કુલ મુદ્દામાલ ૨,૭૮,૦૦૦/- મળી આવતા બોલેરો ના ડ્રાઇવર તુલ્યા કરમા પાડવી,રહે. કાતરી,તા.ઘડગાવ જી.નંદુરબાર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.