નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત વેબીનાર યોજાયો.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

ઓનલાઇન માધ્યમ થકી જિલ્લાના અંદાજે ૯૦૭ જેટલાં પ્રજાજનોએ વેબીનારનો લાભ લીધો

નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનની પ્રક્રિયા આખા દેશ અને વિશ્વમાં છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે માહિતી મળી રહે તે હેતુસર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ દ્વારા ગઇકાલે સમાજ સુરક્ષા કચેરી ખાતે ઓનલાઇન માધ્યમ થકી એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે વેબીનાર યોજાયો હતો.

આ પ્રસંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડે ફેસબુક પેજના ઓનલાઇન માધ્યમ થકી ભારત દેશમાં,ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬, બાળલગ્નની આડ-અસરો તેમજ બાળલગ્નથી થતાં ગેરફાયદા, બાળલગ્ન એક સામાજિક દુષણ, બાળલગ્ન એક અભિષાપ અને “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો“ એક અભિયાન વિષયક બાબતોની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. જેનો જિલ્લાના અંદાજે ૯૦૭ જેટલાં પ્રજાજનોએ ઓનલાઇન ના માધ્યમ થકી લાભ લીધો હતો. જિલ્લાના પ્રજાજનોએ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના આ અભિગમને બિરદાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *