રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીર ગઢડા તાલુકાના વેલાકોટ ગામે સરપંચ સામે ભ્રષ્ટાચાર ની ફરિયાદ થતાં તાલુકા અને જિલ્લા લેવલ થી તપાસ કરેલ અને કરેલ તપાસ ના અંતે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર સાબિત થયેલ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૫ નોટિસ આપવામાં આવેલ જેમાંથી ૩ નોટિસ માં ગેરહાજર રહેલ અને ફરિયાદ સબંધિત નિર્ણય નજીક માં આવવાનો હોય ,અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરી થી અભિપ્રાય મોકલેલ જે સાબિત થાય છે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેથી સરપંચ પદે થી દુર થાય એમ હોય એટલે પોતાના હોદ્દો તેમના માણસ પાસે રહે તેવી નબળી વિચારધારા રાખી અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરેલ . જેની આજે ગ્રામ પંચાયત ઓફિસ માં સભા મળેલ , સભા માં તાલુકા માંથી વિસ્તરણ અધિકારી મેવાડા ભાઈ ,તલાટી મંત્રી ની હાજરી માં ઉપસરપંચ વિરુદ્ધ ની દરખાસ્ત ના મંજૂર થયેલ , બાદ માં સરપંચ અને તેના સાથી સભ્યો ને નીચે જોવાનો વારો આવ્યો હતો અને ઉપસરપંચ તરીકે કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ નાનુભાઈ મોરાસિયાં ચાલુ જ રહેશે અને સત્ય નો વિજય થયેલ છે.