અમદાવાદ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર આપવામાં આવ્યા.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ)માં પ્રમોશન આપવામાં આવ્યુ અને ૭ જુનિયર ફાર્માસીસ્ટોને કાયમી નિમણુકના આદેશ અપાયા. અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા તારીખ- ૦૭.૦૭.૨૦૨૦ ના રોજ ફીમેલ હેલ્થ વર્કર (ફી.હે.વ) માંથી ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ) માં પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. તેમજ ૭ જુનિયર ફાર્માસીસ્ટોને પાંચ વર્ષ પૂર્ણ થતા તેઓને જુનીયર ફાર્માસીસ્ટ તરીકે કાયમી નિમણુકના આદેશ કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *