રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાની બાજુમાં વર્ષો જુનો દેશી બાવળ ધરાશયી થતાં બળદ ગાડા ફોર વ્હીલ સહિતના વાહનો પસાર કરવા અડધો દિવસ રસ્તો બંધ રહયો
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ધારવાડી વિસ્તારમાં આવેલ દેવાયતભાઈ હડિયાના ખેતરના સેઢે આવેલ વર્ષો જુનો દેશી બાવળ વરસાદ સાથે ભારે પવનના કારણે ધરાશયી થયો હતો જે ધરાશયી થયેલ દેશી બાવળ રસ્તા આડે પડતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડુતોના બળદગાડા ફોર વ્હીલ સહિતના વાહનો પસાર કરવા અડધો દિવસ રસ્તો બંધ રહ્યો હતો ખેતર માલિક ખેડુત દ્વારા રસ્તામાં પડેલ બાવળની ડાળીઓ કાપી બાવળને રસ્તામાંથી દુર કરવામાં આવ્યો છે.