રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકામાં નદિનાળા ચેકડેમો છલકાયા મૌસમનો પ૧૫ મીમી વરસાદ નોંધાયો
કેશોદ તાલુકા સહીતના આજુબાજુના વિસ્તારોમાં ગઈ કાલથી ભારે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહયુછે ભારે વરસાદથી કેશોદ તાલુકાના નદી નાળા ચેકડેમો છલકાયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે ખેતરોમાં પાણી ભરાતાં દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેશોદના માણેકવાડા ગામે આવેલ માલબાપાના મંદિરમાં પાણી ઘુંસી ગયુછે વંથલીની ઓઝત વિયર છલકાતા અને ખોરાસા સાબલી નદી છલકાતા ખોરાસા ડેમના બારા ખોલવામાં આવ્યા હતા જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામા આવેલ હોવાનુ પણ જાણવા મળી રહયુ છે. હાલમાં પણ ધીમીધારે મેઘસવારી યથાવત જ છે.