જૂનાગઢ: કેશોદના બામણાસા-પાડોદર વચ્ચેનો સાબલી નદીનો જર્જરીત પુલ ધરાશયી.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

બામણાસા ગ્રામ પંચાયત દ્વારા બે વર્ષથી પુલ બનાવવા માંગણી કરવામાં આવી રહીછે

કેશાેદના બામણાસા ગામે ભારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ડેમ ઓવરફલો થતાંં પાણી છોડવામાં આવતા પુરની પરિસ્થિતી નિર્માણ થતાં બામણાસા – પાડોદર વચ્ચે આવેલ સાબલી નદીનાે જર્જરીત પુલ ધરાશયી થયાે હતાે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ જે પુલ ધરાશયી થવાના કારણે બામણાસાથી કેશાેદ વાયા પાડાેદરનાે રસ્તાે બંધ થયાે હતાે અને સીમ વિસ્તારના લાેકાે પુર વચ્ચે ફસાયા હતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા અનેક ખેડુત પરિવારોની બામણાસા ગામની અવરજવર બંધ થઈ ગઈછે આ ઘટનાના પગલે જીલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર, કેશોદ મામલતદાર તેમજ ટીડીઓ ઘટના સ્થળે પહોંચી લોકોના અવર જવર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા સરપંચ સાથે ચર્ચા કરી હતી.

ગ્રામજનો તેમજ ગ્રામપંચાયત દ્વારા આ પુલ બનાવવા બે વર્ષથી માંગ કરવામાં આવી રહી હતી જેનું એસ્ટીમેન્ટ પણ તૈયાર કરાયું હતું છતાં પુલ ન બનાવાતાં તંત્ર સામે ગામલાેકાેમાં રોષ જાવા મળ્યાે હતાે અત્રે ઉલ્લેખનીય છે કે બામણાસાથી પાડોદરા જવા આશરે એક કરોડના ખર્ચે રોડ બન્યો. પરંતુ પુલ ન બનતાં ચોમાસાના પેહલા પહેલા પાણીની આવકથી જ પુલ ધરાશયી થતાં લાેકાેએ હાંલાકી ભાેગવવાનાે વારો આવ્યોછે ત્યારે લોકોની અવરજવર માટે તંત્ર દ્વારા તાત્કાલિક કેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *