રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
સલામત સવારી એસ.ટી તમારી…નામ જોઈને લોકો પસંદ કરતા હોય છે.
તેમજ આજરોજ રાજુલા રાજકોટ એક્સપ્રેસ એસ.ટી.બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઇડમાં પલટી મારતા એસ.ટી.બસ માં બેસેલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયો… રાજુલા થી રાજકોટ જવા માટે સાંજના 7:00 બસ ઉપડે છે જે બસ રાજુલાના ધંડલા અને વીજપડી વચ્ચે રોડ ઉપરથી ઉતરી જતાં રાજુલા ડેપો મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ક્રેનની મદદથી બસ ને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે…