રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને મહામહેનતે બહાર કાઢી જીવ બચાવતા ઠાકોર સમાજના યુવાનો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાલે વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડા પડી ગયા છે જેમાં એક ગૌવંશ ફસાઈ હોવાનું ગામના યુવાનો સી.એમ. રંભાણી , મહેશ ઠાકોર , મુન્નાભાઈ ઠાકોર , હરેશભાઈ ઠાકોર અને કિશનભાઈ ઠાકોર સહિતનાઓને ધ્યાને આવતા તાત્કાલિક બ્રાહ્મણી નદી કાંઠે દોડી જઈને તે ગૌવંશનું રેસ્ક્યુ કરાયું હતું અને મહા મહેનતે તેને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની આવક પણ થતી હોય છે જે પાણીની આવક હોવાથી પણ યુવાનો દ્વારા ગૌવંશનો જીવ બચાવાયો.