રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે.
આમ છતાં પણ સરકારી કર્મચારી નિયમનો ઉલાળીયો કરીને માસ્ક વિના જ બજારમાં કે જાહેરમાં ફરતા હોય છે. અગાઉ પાલિકા સાથે મળીને પોલીસે માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરતા હોઈ છે. પરંતુ સરકારી ગાઈડ લાઇન પ્રમાણે પોલિશ તંત્ર માં અમુક પોલીશ વાળા હોમગાડ વાળા માસ્ક નથી પહેરતા ,પોતે નિયમનું પાલન કરી પછી બીજા પાસે કરારવું જોઈએ તેવું લોકોનું કહેવું છે. હળવદ શહેર પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકો માસ્ક ન પહેરે તેને ૨૦૦ દંડ કરે છે, તો આ પોલીસ વાળા ને ૨૦૦ રૂ નો દંડ કોણ કરશે તેમ લોકો પૂછી રહ્યા છે