રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકામા સોમવારે વહેલી સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ તાલુકાના દિઘડિયા સરા રોડ ઉપર વૃક્ષો ધરાશાય થવાના બનાવો બન્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સાત જેટલા મકાનોના પતરા ઉડતા તેમજ પાંચ મકાનો ના નળીયા ઉડયા હતા સદ્નસીબે કોઈ મોટી જાનહાની થઇ ન હતી તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.