રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ગરીબ-મધ્યમ વર્ગના લોકોને મામલતદાર દ્વારા કિટો વિતરણ કરવામાં આવશે
કોરોનાની મહામારીના કારણે માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં અઢી માસ સુધી સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે લોકડાઉનના સમયમાં અનેક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મોટી કંપનીઓએ ભોજન અને રાશન કીટ આપી સેવાની સરવાણી વહેવડાવી હતી. જો કે હવે અનલોક કર્યા પછી લોકોને પોતાના રોજગાર ધંધા ફરી મળ્યા હતા. ગરીબ લોકો,મધ્યમ પરિવારોને પણ લોકડાઉન પછી કામ મળતું થયું હતું. પણ લોકડાઉનના સમયમાં કોરોના વાઈરસની જે પરિસ્થિતિ નહોતી એવી ગંભીર પરિસ્થિતિ વર્તમાન સમયમાં સર્જાઈ ગઈ છે. કોરોનાના કેસનું પ્રમાણ પણ વધી ગયું છે. તેવામાં હજુ પણ કેટલાંક લોકોને કામ નથી મળતું, કેટલાક લોકો હજુ પણ રોજગારીથી વંચિત છે જે ધ્યાનમાં રાખીને માંડલ નજીક આવેલ વિઠલાપુર હોન્ડા મોટર સાયકલ કંપની દ્વારા માંડલ મામલતદાર જી.એસ.બાવાને ૨૦૦ જેટલી કાચા અનાજની કિટો આપી હતી જે કિટો હવે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને મામલતદાર દ્વારા કિટો વિતરણ પણ કરવામાં આવશે.
