રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળામાં પ્રથમ વખત ગૌરીવ્રત ની ઉજવણી ના ભાગ રૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધી નર્મદા અને સુપર મોમ ડાન્સ સ્પર્ધાનું આયોજન ઓન લાઈન કરાયું હતું જેમાં કુલ ૨૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ,કોરોના મહામારી ના કારણે આ વખતે સ્ટેજ પર કે જાહેરમાં કાર્યક્રમ કરી શકાય તેમ ન હોવાથી ઓનલાઇન સ્પર્ધા યોજાઈ .જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું .બાલિકાઓ માટે ત્રણ ગ્રુપ A ,B અને C તથા બાળકો માટે D ગ્રુપ અને સુપર મોમ માટે M ગ્રુપ ના સ્પર્ધકો ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા સોશ્યિલ ડિસ્ટન્સ ની જાળવણી અને માસ્ક પહેરીને એક નાનકડા કાર્યક્રમમાં સૃજા સાહેલી ગ્રુપના પ્રમુખ મહેરુનીશા બેન શેખ અને સૃજા સાહેલી ગ્રુપ ના ઇન્ચાર્જ ફેડરેશન ઓફિસર દત્તાબેન ગાંધી તથા સભ્યો નમિતાબેન મકવાણા ,રૂપલબેન દોશી,કૃતિબેન મઢીવાળા ,સેજલબેન પંચાલ,અમિતાબેન મહેતા ,કવિતાબેન માછી એ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા
ગ્રુપ A માં પ્રથમ ત્રણ માં
(1) હેતાન્શી સ્મિત સોની (2) પૂર્વી રાજુભાઈ માછી (3) કશિશ હાર્દિકભાઈ ચોક્સી રહ્યા હતા.
ગ્રુપ બી માં પ્રથમ ત્રણ માં
(1) જેસિકા યોગેશભાઈ ભટ્ટ (2) અનોખી રાકેશ શાહ અને (3) અદિતિ જયેશભાઇ સોલન્કી રહ્યા હતા.
ગ્રુપ C માં પ્રથમ ત્રણ માં
(1) સંસ્કૃતિ જયેશભાઇ પંચાલ (2) અવિના તેજારામ ભાઈ જોશી અને (3) હેતીકા રોશનકુમાર પટેલ રહ્યા હતા.
ગ્રુપ D માં પ્રથમ ત્રણ માં
(1)પ્રજ્વલ રમેશભાઈ વસાવા (2) રક્ષત વિરલભાઈ રાણા અને (3) કાર્તિક સંજયકુમાર માછી રહ્યા હતા.
ગ્રુપ M -સુપર મોમ માં પ્રથમ બે માં
(1) કાજલબેન મપારા (2) હીનાબેન રાહુલભાઈ ટાળવી રહ્યા હતા.