પ્રધાન મંત્રી નું રાષ્ટ્ર જોગ સંબોધન આજ રાત્રે ૧૨ વાગ્યા થી સમગ્ર દેશ સંપૂર્ણ પણે લોકડાઉન.

Corona Latest

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫૦૦૦ કરોડ ના પેકેજ ની જાહેરાત કરી.

  • કોરોના જેવી મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો.
  • કોરોનાનો એક જ મતલબ છેઃ કોઈ રોડ પર ના નીકલે .
  • સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે. 
  • સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે છે કે કોરોના વાયરસ ફેલાયા પછી તેને રોકવો અશક્ય છે. 
  • સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયા માટે લોકડાઉનનું હું એલાન કરું છું. 
  • દેશવાસીઓએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે કારણ કે કોરોનાને હટાવવાનો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. 
  • અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મની જેવા સાધન સંપન્ન અને સમૃદ્ધ દેશો પણ કોરોનાનો પ્રભાવ ખાળી શક્યા નથી. 
  • આ દેશોના અનુભવ પરથી નિષ્કર્ષ નીકળે છે કે બીજા કે ત્રીજા સપ્તાહમાં જ કોરોનાને ફેલાતો રોકવો પડશે. 
  • કોરોનાનો એક જ મતલબ હું કરી રહ્યો છુંઃ કોઈ રોડ પર ના નીકલે. 
  • રસ્તા પર ઊભા રહીને કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહેલાં પોલીસકર્મીઓની ચિંતા કરો. એમનો આભાર પ્રગટ કરો. 
  • ડબ્લ્યુએઓ કહે છે કે સંક્રમિત એક વ્યક્તિ એક સપ્તાહ કે દસ દિવસમાં સેંકડો લોકોને અસર કરી શકે છે. તે આગન માફક ફેલાય છે.
  • કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાંં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા.
  • તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ઝડપથી ફેલાય છે. જ્યારે તે ફેલાવાની શરૂઆત થાય છે ત્યારે તેને રોકવું મુશ્કેલ છે.
  • ચીન. અમેરિકા, ફ્રાંસ, ઈટલી, ઈરાન જેવા અનેક દેશમાં કોરોના ફેલાવાની શરૂઆત કરી ત્યારે સ્થિતિ બેકાબુ બન્યા. ઈટાલી હોય કે અમેરિકા આ દેશોની આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આ દેશો કોરોનાનો પ્રભાવ ઓછો કરી શક્યા નથી. 
  • દેશમાં આવશ્યકતાના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જરૂરી ચીજવસ્તુની અછત નહિ થાય. મેડિકલ સુવિધાઓ વધારી દેવાઈ રહી છે. હેલ્થકેર જ અત્યારે સમગ્ર દેશની પ્રાથમિકતા છે. 
  • અફવાઓ ફેલાવશો નહિ, અફવાઓ માનશો નહિ. કોઈપણ પ્રકારના સમાચાર ખરાઈ કર્યા વગર બીજાને મોકલશો નહિ. 

સમગ્ર દેશ માં ૨૧ દિવસ સંપૂર્ણ પણે લોકડાઉન.

આ ૨૧ દિવસ માં પોતાના ઘરમાં થી બહાર નીકળી નહિ શકાય.
કોરોના વાઇરસ ના ચેપ ને અટકાવવા આ કોરોના વાઇરસ ની સાઇકલ ને તોડવા ૨૧ દિવસ પોતાના ઘરના દરવાજે લક્ષમણ રેખા ખેંચો .
તમારે એ યાદ રાખવાનું છે કે કેટલીક વાર કોરાના થી સંક્રમિત વ્યક્તિ શરૂવાત માં સ્વાર્થ હોઈ છે એ સંક્રમિત છે ખબર નથી પડતી .

તમે એ યાદ રાખો ઇટલી હોઈ કે અમેરિકા તે લોકો ના હોસ્પિટલ અને મેડિકલ સેવા પુરી દુનિયા માં બેહતરીન છે જો એ દેશ કોરોના સામે ઝજુમી રહ્યા છે

કોઈ પણ પ્રકાર ની અફવા તેમજ અંધ વિશ્વાસ થી બચો.

મારી તમને હાથ જોડી ને પ્રાર્થના છે કે ઘર માં રહો અને એ લોકો માટે વિચારો અને એ લોકો માટે પ્રાર્થના કરો જે એમનું જીવન જોખમ માં મૂકી ને સેવા કરે છે .

પંચમહાલ મિરર અને જી સમાચાર પણ તમને અપીલ કરે છે કે પોતાના ઘર માં રહો સુરક્ષીત રહો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *