રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
પ્રસ્તુત સર્વેક્ષણમાં કોરોના વાઈરસથી પેદા થયેલ કોવિડ-19નાં સંક્રમણના લીધે સમગ્ર ભારતમાં 25 માર્ચથી ચાર તબક્કામાં લોકડાઉન થયું હતું. જેની અસર એ સમાજજીવનનાં સામાજિક પાસાના કુટુંબ, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધિત રોજિંદા જીવનશૈલીમાં બદલાવ આવતાં લોકોની આદતો બદલાય છે અને બીજી બાજુ આર્થિક તેમજ પર્યાવરણ પર પણ અસર જોવા મળી છે.તેનો અભ્યાસ કરવાના હેતુના સંદર્ભમાં માંગરોળના સચિન જે. પીઠડીયા (એમએ એમફીલ, નેટ, જીસેટ-સમાજશાસ્ત્ર) તથા રાજકોટના ડો. પંકજકુમાર એમ. મુછડીયા (એમએ, એમફીલ, બીએડ, પીએચડી)એ કોવિડ-19 અને બદલાતી જીવનશૈલીના વિષય પર ઓનલાઈન ગુગલના માધ્યમથી માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાતનાં કુલ 33 જિલ્લામાંથી 500 કરતાં વધુ લોકોએ 61 જેટલા પ્રશ્નો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.
કોરોના વાઇરસથી ઉદ્દભવેલા લોકડાઉનની શ્રમિકો, ઉદ્યોગો અને બેરોજગારો, શિક્ષણ, આરોગ્ય વિવિધ ક્ષેત્રમાં અસરકારતા એ પ્રસ્તુત અભ્યાસથી સામે આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા પરંતુ તેની અભિરુચિમાં ઘટાડો થયો. જેમાં 33.9 ટકા લોકો ઓનલાઈન શિક્ષણને આવકારે છે જ્યારે 11.1 ટકા લોકોની ઓનલાઈન શિક્ષણ પ્રત્યે અભિરુચિ ઓછી થઇ છેતેવું જણાવે છે તેની પાછળનું કારણ લોકોના મતે એ છે કે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટની ઓછી સુવિધા, કોમ્પ્યુટર ન હોવું બાળકોમાં આંખોને લગતી સમસ્યા, વાલીઓને ઓનલાઈન શિક્ષણની જાણકારીનો અભાવ, વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ કે ટેબ્લેટ વગેરે સવલતો ન હોવી જેવી બાબતો જાણવા મળી છે. તો બીજી બાજુ 92 ટકા લોકોના મતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો નવી નોકરીની તક મળશે કે નહીં તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. જેથી શિક્ષિત બેરોજગારોનો વિકટ પ્રશ્ર્ન ઉદ્દભવ્યો છે તે મોટો પડકાર છે.
61.8 ટકા લોકોના મતે લોકડાઉનથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવે છે.26.4 ટકા પ્રાથમિક, 06 ટકા માધ્યમિક, 5.4 ટકા ઉચ્ચતર માધ્યમિક 12.8 ટકા લોકો કોલેજ કક્ષાનું તેમજ 8.2 ટકા લોકો યુનિવર્સિટી કક્ષાનું ઓનલાઈન શિક્ષણ મેળવતા હોવાનું જણાવે છે. 97.6 ટકા લોકો માને છે કે કોરોના વોરિયર તરીકે સરકારી પ્રાથમિક શાળાની મહિલા શિક્ષકો, નર્સો, મહિલા પોલીસ કર્મચારી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે તેને દેશનું ગૌરવ ગણાવે છે.
97.4ટકા લોકો માને છે કે રાજ્યમાં વોરિયર્સ જેવા કે મહિલા શિક્ષિકાઓ, પોલીસ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગી રહ્યો છે તેને લોકો ચિંતાનો વિષય માને છે.
પર્યાવરણ ક્ષેત્રમાં 98.8 ટકા લોકો માને છે. કે લોકડાઉનથી પર્યાવરણના પ્રદુષણમાં ઘટાડો થયો છે તો 96.8 ટકા લોકોના મતે લોકડાઉનનખી ભારતની નદીઓના પાણી શુદ્ધ થયા છે. માટે હવે નદીઓના પાણી દુષિત ન થાય તે અંગેની સભાનતા આપણી સૌની હોવી જોઈએ કોઈ પણ પ્રકારની સામાજિક, ધાર્મિક ક્રિયાઓ નદી કિનારે ન કરવી જોઈએ નદીઓમાં કચરો ન ફેકવો જોઈએ જળ એ જ જીવન છે તે સુત્રને સ્વીકારવું જોઈએ 86.8 ટકા લોકના મતે કોરોના વાઈરસના સંક્રમણથી જેવી મોબાઈલ એપ્લીકેશનથી ઓનલાઈન ટ્રાન્જેકશન અને ખરીદીને આવકારે છેતેની સામે માત્ર 13.2 ટકા લોકો ડિજિટલ ટ્રાન્જેકશનને નકારે છે.
લોકડાઉનની કૌટુંબીક સંબંધોનાં વલણો સુધારો જોવા મળ્યો છે જેમાં 89.6 ટકા લોકોમાને છે કે કોરોના વાઈરસને કારણે થયેલા લોકડાઉનથી કુટુંબના સભ્યો એકબીજાથી નજીક આવ્યા છે. 78 ટકા લોકોના મતે વિભકત કુટુંબના સભ્યો પણ એકબીજાથી નજીક આવ્યા છે. તેની સામે 22 લોકોમત રજુ કરે છે કે વિભકત કુટુંબના સભ્યો એકબીજાની નજીક આવ્યા નથી જયારે 71.4 ટકા લોકોના મતે એકજ મહોલ્લાંમાં રહેતા અલગઅલગ કુટુંબના સભ્યો નજીક આવ્યા છે. લોકડાઉન થતા 44.4 ટકા કુંટુંબના સભ્યો એક બીજાથી નજીક આવતા માનસીક તાણ ઘટી પરંતુ કુટુંબની આવક ઘટતાજ માનસીક તાણમાં વધારો થયો.