જૂનાગઢ: માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

અત્યારે સમગ્ર દેશ મા કોરોના ની મહામારી અને લોકડાઉન ના માહોલ ને ધ્યાને રાખી વિશેષ કાઈ ના કરતા ગુરુપૂર્ણિમા ના પાવન અવસર ને સાદાઈ થી ઉજવણી કરવામાં આવી,,

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કાર્યકરો દ્વારા માંગરોળ ના પૌરાણિક મંદિરો ના દર્શન કરી માત્રી માતાજી મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુ, સ્વામી મંદિરનાં સંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી સ્વામી, અપ્સરા માતાજી મંદીરના મહંત શ્રી યોગી બાપુના સત્સંગ નો લાભ લઈ ગુરુ પૂર્ણિમા ના અતી પાવન અવસરે ગુરુજનો અને સંતો ના ચરણો મા મસ્તક નમાવી તેમને ફુલહાર અને શાલ પહેરાવી ગુરુ વંદના કરવામા આવી હતી.
આ અવસરે સંતો દ્વારા દેશ ઉપર આવેલા મહામારી ના સમય થી લડવા લોભ લાલચ અને ઈર્ષા થી દુર રહી ભગવાન ની પ્રાર્થના કરવા અને સરકાર ની ગાઇડલાઇન નુ પાલન કરવા ગુરુભકતો ને આશીર્વચન આપ્યા હતા.

આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, પંકજભાઇ રાજપરા,બજરંગ દળ પ્રમુખ અમિશભાઈ પરમાર, હિતેશ અગ્રાવત, પ્રફુલભાઈ લશ્કરી, ગુણવંતબાપુ સુખાનંદી, કિશનભાઇ પરમાર, દાનભાઈ ખાંભલા, રાજુભાઈ જોષી, પત્રકાર જીતુભાઈ પરમાર, છગનભાઇ પરમાર, અરવિંદભાઈ ખેર વગેરે આગેવાનો એ સંતોના આશીર્વાદ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *