રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
દેશમાં કોરોના ની મહામારી તેમજ લોકડાઉન ના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ માં બ્લડની અછત આ સર્જાયેલ હોય ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રોટરી ક્લબ ઓફ જેતપુર દ્વારા આજરોજ જંકશન તાલુકા શાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિંતનભાઈ પુરોહિત, યોગેશભાઈ જોષી, સંજયભાઈ ઠુંમર, પિતાગભાઈ કોઈસા, ઉતમભાઈ મકવાણા,યુવરાજસિંહ,જયદીપભાઈ ચૌહાણ તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી તેમજ જેતપુર સરકારી હોસ્પિટલ ની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.