છોટાઉદેપુર: નસવાડીના એકલવ્ય તીરંદાજી એકેડમી પર આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર દ્રારા ૨૦૦ જેટલી કીટનું કરવામાં આવ્યું છે.

Chhota Udaipur

પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડીના એકલવ્ય તીરંદાજી એકેડમી પર આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર દ્રારા નસવાડી તાલુકાના ગરીબ લોકોમાં અગ્રીમતા આવે તે માટે ૨૦૦ જેટલી કીટનું કરવામાં આવ્યું.નસવાડી તાલુકાના ગરીબ લોકો માં રોજગાર મળે અને અગ્રીમતા આવે તે માટે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતા બેન રાઠવા તેમજ સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા આ કીતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં દિનેશભાઈ તીરંદાજી. ડી.એફ.પરમાર.તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
અંદાજિત ૨૫ લાખ જેટલા રૂપિયાની નસવાડી તાલુકામાં કિટ નું વિતરણ કરવામાં આવ્યું છે.તેમાં વાહન સર્વિસ. પ્રલંબર. દરજીકામ નો સંચો .ઘર ઘંટી. જેવી ૧૯ જાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેથી કરીને નસવાડી તાલુકાના આદિવાસી ગરીબ પરિવારોને રોજગારી મળે અને અગ્રીમતા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *